શિક્ષક કભી સાધારણ નહી હોતા, નિર્માણ ઔર પ્રલય ઉસકી ગોદમે પલતે હૈ.

Saturday, 20 September 2025

કર્મચારી / અધિકારીશ્રીઓના આયુષ્યમાન કાર્ડ - AB-PMJAY-MA

 



  • કર્મચારી / અધિકારીશ્રીઓના “G” કેટેગરીના આયુષ્યમાન કાર્ડ કાઢવા બાબત

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આયુષ્યમાન ભારતમાદર ગુજરાત (PMJAY-MA) યોજના અંતર્ગત સરકારી કર્મચારી તથા અધિકારીશ્રીઓને “G” કેટેગરી હેઠળ આરોગ્યલક્ષી સુવિધાઓ મળે છે. કેટેગરીમાં આવનાર દરેક કર્મચારી / અધિકારી તથા તેમના પરિવારના સભ્યો માટે આયુષ્યમાન કાર્ડ કાઢાવવું જરૂરી છે.

v    કાર્ડ કાઢાવવાનું મહત્વ

સારવાર માટે 5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સુવિધા.
રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર માન્ય હોસ્પિટલોનો લાભ.
પરિવારના તમામ સભ્યો માટે આરોગ્ય સુરક્ષા.

v    જરૂરી દસ્તાવેજો

1. કર્મચારી તથા પરિવારના સભ્યોનો આધાર કાર્ડ.
2. સેવા પુસ્તક / ઓળખ પ્રમાણપત્ર.
3. પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ.
4. અન્ય પુરાવા (સરકારી માર્ગદર્શિકા મુજબ).

v    પ્રક્રિયા

કર્મચારી / અધિકારીશ્રીએ ઓનલાઈન અરજી કરીને પોતાના તથા પરિવારના સભ્યોના “G” કેટેગરીના કાર્ડ કાઢાવવાના રહેશે.
પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કાર્ડ પ્રાપ્ત કરી હોસ્પિટલમાં ઉપયોગ કરી શકાય છે.
                      
                          PDF ડાઉનલોડ કરો 

 

          


No comments:

Post a Comment