શિક્ષક કભી સાધારણ નહી હોતા, નિર્માણ ઔર પ્રલય ઉસકી ગોદમે પલતે હૈ.

Saturday, 13 September 2025

અંગ્રેજી આલ્ફાબેટ



        અંગ્રેજી આલ્ફાબેટમાં A-Z સુધીના કુલ ૨૬ મૂળાક્ષરોનો છે. વિશ્વની ભાષાઓને અને તેના મૂળાક્ષરોને ધ્યાનમાં રાખતા આ સંખ્યા વધારે ન કહેવાય તેમ ઓછી પણ નથી. સૌથી વધુ મૂળાક્ષરો ધરાવતી ભાષા કમ્બોડિયાની ખેર ભાષા છે, જેમાં ૭૪ મૂળાક્ષરો છે. સૌથી ઓછી મૂળાક્ષરો હોય તેવી ભાષા કે બોલી ન્યુ ગીનીના બુગુનાવિલ ટાપુ પર બોલાતી સ્થાનિક ભાષા છે જેમાં ફક્ત ૧૧ મૂળાક્ષરો છે.  અમુક દેશોમાં મૂળાક્ષરો નહિ પણ ચિત્રો છે જેમકે ચીન, જાપાન વગેરે.  

 

       અંગ્રેજી મૂળાક્ષરો એટલે કે આલ્ફાબેટ શબ્દનો અર્થ જોઈએ તો અલ્ફાબેટ શબ્દ ગ્રીક છે. ગ્રીક મૂળાક્ષરોના પ્રથમ બે મૂળાક્ષરો આલ્ફા તેમજ બિટા છે. તેવી જ રીતે આલ્ફાબેટના ૨૬ અંગ્રેજી મૂળાક્ષરો પણ અંગ્રેજી ભાષાના નથી. લગભગ બધા જ અન્ય ભાષાઓ માંથી લીધા છે. મુખ્યત્વે તે ગ્રીક અને લેટીન છે.





No comments:

Post a Comment