અંગ્રેજી ભાષાનો ઈતિહાસ
અંગ્રેજી ભાષાનો આરંભ ઈંગ્લેન્ડમાં આશરે ઈ.સ.
450 આસપાસ થયો. જર્મન જાતિના એન્ગ્લો, સેક્સન અને જ્યુટ્સ જ્યારે ઈંગ્લેન્ડ આવ્યા ત્યારે તેમની જર્મેનિક ભાષાથી પ્રાચીન અંગ્રેજી
(Old English) વિકસિત થઈ. આ ભાષા આજની અંગ્રેજી કરતા ખૂબ જુદી હતી અને તેમાં લગભગ પાંચ લાખ શબ્દો હતાં, પરંતુ આજના વાચકોને મોટાભાગે સમજવામાં મુશ્કેલ પડે.
ઈ.સ.
1066માં નોર્મન વિજય બાદ અંગ્રેજીમાં ફ્રેન્ચ ભાષાનો મોટો પ્રભાવ આવ્યો. કાયદા, રાજકારણ, સંસ્કૃતિ અને શાસન સંબંધિત હજારો ફ્રેન્ચ શબ્દો અંગ્રેજીમાં આવ્યા. આ સમયગાળાને મધ્યયુગીન અંગ્રેજી
(Middle English) કહેવામાં આવે છે. આ સમયમાં જેફ્રી ચોસરનું
“Canterbury Tales” સાહિત્ય ક્ષેત્રે બહુ પ્રસિદ્ધ થયું.
ઈ.સ.
1500 પછી છાપાખાનાની શોધ
(William Caxton, 1476) ના કારણે અંગ્રેજીમાં એકરૂપતા આવવા લાગી. આ સમયગાળાને આરંભિક આધુનિક અંગ્રેજી
(Early Modern English) કહેવામાં આવે છે. અહીંથી અંગ્રેજીમાં ગ્રીક અને લેટિન ભાષાના શબ્દો મોટા પ્રમાણમાં આવવા લાગ્યા. કારણ કે તે સમયમાં યુરોપમાં
Renaissance (પુનર્જાગરણ) ચાલી રહ્યું હતું. વિજ્ઞાન, દવા, તત્ત્વજ્ઞાન અને કલા જેવા ક્ષેત્રોમાં નવા વિચારો, શોધો અને ગ્રંથો લેટિન તથા ગ્રીકમાં લખાયેલા હતા. તેથી નવા જ્ઞાનને વ્યક્ત કરવા માટે અંગ્રેજીએ સીધા જ લેટિન અને ગ્રીકમાંથી હજારો શબ્દો ઉધાર લીધા. ઉદાહરણ તરીકે
“philosophy” (ગ્રીક), “radius” (લેટિન),
“biology” (ગ્રીક), “agenda” (લેટિન). આ સમયગાળામાં શેક્સપિયર જેવા લેખકોએ અંગ્રેજી ભાષાને વધુ સમૃદ્ધ બનાવી.
ઈ.સ.
1700 પછી અંગ્રેજી આધુનિક અંગ્રેજી
(Modern English) સ્વરૂપે સ્થિર થઈ. વ્યાકરણ અને સ્પેલિંગ વધુ નિયમિત બન્યા. બ્રિટિશ સામ્રાજ્ય દુનિયાભરમાં ફેલાતા અંગ્રેજી ભાષા પણ વિશ્વના ખૂણેખૂણે પહોંચી.
Industrial Revolution દરમિયાન વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં અનેક નવા શબ્દો ઉમેરાયા.
આજના સમયમાં અંગ્રેજી
Present-Day English તરીકે વિશ્વની મુખ્ય આંતરરાષ્ટ્રીય ભાષા છે. તે વ્યવસાય, વિજ્ઞાન, ટેક્નોલોજી, ઈન્ટરનેટ, ફિલ્મો અને શિક્ષણમાં સર્વત્ર વપરાય છે. અંગ્રેજી આજે
“Global Language” તરીકે ઓળખાય છે અને કરોડો લોકો માટે તે બીજી ભાષા તરીકે પણ પ્રાથમિક પસંદગી છે.
No comments:
Post a Comment