Tuesday, 10 January 2023

શૈક્ષણિક મનોવિજ્ઞાન - Pedagogy - Educational Psychology-1

 
શૈક્ષણિક મનોવિજ્ઞાન - Pedagogy - Educational Psychology


1)શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતો પારસ્પરિક વ્યવહાર- અધ્યયન અધ્યાપન પ્રક્રિયા

2) શિક્ષકની પ્રક્રિયા ત્યારે બને જયારે- આયોજન, અધ્યયન-અધ્યાપન અને મૂલ્યાંકન થાય.

3) વર્ગખંડ,શાળામાં,શાળા-બહાર, વાલીસાથે તેમજ સમાજ સાથે થતો સમગ્ર વ્યવહાર એટેલે-શિક્ષણ-વ્યવહાર

4) વર્ગ-વ્યવહારએ શિક્ષણ વ્યવહારનો એક નાનો ભાગ છે.

5) વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ જેવી કે સાંકૃતિક કે રાસ્ત્રીય પર્વની ઈજવણી, સમાજમાં યોજાતા વિવિધ સેવાકીય કાર્યોમાં ભાગીદારી,શાળામાં યોજતું પ્રાર્થના સંમેલન, શૈક્ષણિક પ્રવાસ,પર્યટન,સમૂહ જીવનની પ્રવૃતિઓ વગેરેનો સમાવેશ શિક્ષણ વ્યવહારમાં થાય છે.

6) અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે વર્ગખંડમાં થતો આંતર વ્યવહાર એટલે-વર્ગ વ્યવહાર

7) વર્ગખંડનું શિક્ષણકાર્ય વધારે અસરકારક અને જીવંત બને તે માટે વર્ગખંડામાં ત્રણ પ્રકારની આંતરક્રિયા થાય છે.

            - વિદ્યાર્થી- શિક્ષક આંતરક્રિયા

            - વિદ્યાર્થી- વિદ્યાર્થી  આંતરક્રિયા

            - વિદ્યાર્થી- ઉદિપક આંતરક્રિયા

8) સરખી ઉમર ધરાવતા અને શારીરિક તથા માનસિક વિકાસમાં સામ્ય ધરાવતા વિદ્યાર્થીઓને શું કહેવાય- સમોવડિયા

9) એકમોનું વાંચન, સંદર્ભ સાહિત્ય વાંચન, શૈક્ષણિક સાધનોનો ઉપયોગ, મુલાકાત,અવલોકન,પ્રાયોગિક કાર્ય વગેરે શું કહેવાય- વિદ્યાર્થી-સામગ્રી (ઉદિપક ) વ્યહવાર

10) વર્ગ-વ્યવહાર 10 ઘટકો કોણે દર્શાવ્યા ?- મિશિગન યુનિવર્સિટીના પ્રો.નેડ ફલેન્ડર્સે.

11) વર્ગ વ્યવહારના 10 ઘટકો કયા-કયા છે.?

            1.લાગણી         2.પપ્રોત્સાહન કે વખાણ     3. વિદ્યાર્થીના વિચારનો સ્વીકાર કે ઉપયોગ

            4.પ્રશ્નો પૂછવા   5. વ્યાખ્યાન કે પ્રવચન                  6.સૂચના આપવી.   7.ટીકા કરવી કે સતા સ્થાપિત કરવી.

            8.વિદ્યાર્થી જવાબો આપે.           9.વિદ્યાર્થિનીપહેલ. 10.શાંતિ કે મુઝવની સ્થિતિ.

12) વર્ગખંડની પ્રક્રિયા ત્રિ-ધ્રુવીય છે એ ત્રણ ધ્રુવો કયા-કયા છે.

            1.શિક્ષક            2.વિદ્યાર્થી         3.શૈક્ષણિક સાધન-સામગ્રી

13) વર્ગ વ્યવહાર અસરકારક બનાવવા માટે કેવા ઘટકોનો વધુ ઉપયોગ કરવો જોઈએ.- પરોક્ષ ઘટકો

14) વર્ગ વ્યવહાર અરકારક બનાવવા માટે શિક્ષક શું લક્ષમાં રાખવું જોઈએ.- વૈયકિતક તફાવતો

15) વર્ગ વ્યવહાર દરમિયાન કેવી શિસ્તનો આગ્રહ રાખવો-  મુકત અને  સ્વયંશિસ્ત

16) શિક્ષકે અધ્યાપનના અંતમાં- સ્વાધ્યાય આપવો, કસોટી લેવી ચકાસણી કરવી જોઈએ

17) વર્ગવ્યહવાર મુજબ ત્રિધ્રુવીય પ્રક્રિયાના ત્રણ ધ્રુવો કયા-કયા છે-  વિદ્યાર્થી, શિક્ષક,સાધન સામગ્રી

18) વર્ગવ્યહવાર દરમિયાન શિક્ષકના વર્તનો કેવા હોય છે.- સહેતુક વર્તનો

19) વર્ગીકૃત થયેલા સહેતુક વર્તનોના સમૂહને શું કહેવાય છે.- અધ્યાપન કૌશલ્ય

20) શિક્ષણ કાર્ય ક્ષમતાલક્ષી કયારે બને- જયારે અધ્યાપન કૌશલ્યોનો સારી રીતે વર્ગમાં ઉપયોગ થાય.

21) અધ્યાપન કૌશલ્યોનું પુથ્થકરણ કરવાનું કાર્ય કોણે કયું- નેડ ફલેન્ડર્સે સ્ટેનફર્ડ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટયૂટ ફોર ટીચર એજયુકેશન.

22) ભારતમાં અધ્યાપન કૌશલ્યોનું પુથ્થુકરણ કોણે કયું- મહારાજા સયાજીરાવ યુનિ.ના ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઇન એજ્યુકેશન IASE દ્રારા.

23) શિક્ષણમાં પ્રશ્નોતરી પ્રવૃતિના પ્રેણેતાકોણ છે.-સૉક્રેટિસ

24) કોના મત મુજબ પ્રશ્નો સૌથી ઉતમ ઉતેજક છે.- કેલ્વિન

25) શિક્ષક વિદ્યાર્થીના જવાબનો અક્ષરશ: કા.પા. પર લખે તે કયા પ્રકારનું સુર્ધ્ધક છે.-હકારાત્મક અશાબ્દિક

26) કા.પા. કાર્ય લક્ષણો કયા-કયા છે.

            1.હસ્તાક્ષરનીસુવાચ્યના   2.સ્વચ્છતા  3.યથાર્થતા  4.પ્રક્રિર્ણ બાબતો.

27) વર્ગ શિક્ષણ દરમિયાન ઉદા.આપેલું સરળ કયારે લાગે. – જયારે ઉદા.વિર્ધાર્થીના પૂર્વજ્ઞાન આધારિત કે અનુભવ જગત             માંથી લીધેલ હોય

28)પ્રથમ ઉદા.આપી નિયમ તારવવાની પધ્ધતિને શું કહેવામા છે.- આગમનપધ્ધતિ (inductive method)

29) ઉતેજના પરીવર્તન કૌશલ્ય એટલે શું?- વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્ર્તિ કરી ટકાવી રાખવા માટે શિક્ષકની વર્તન-તરેહમા              સમજપૂર્વકનો ફેરફાર કરવાનું કૌશલ્ય

30)ઉતેજના પરીવર્તન કૌશલ્યના ઘટકો કયા-કયા છે.

            1.હલન-ચલન              2.હાવભાવ                   3.વાણીમાં આરોહ-અવરોહ

            4.કેન્દ્રિકરણ                  5.વિરામ                       6.વર્ગવ્યવહારમાં પરીવર્તન

31)અધ્યાપન સુત્રોની સૌપ્રથમ વાત કોણે કરી? – હર્બટ સ્પેન્સર

32) હર્બટ સ્પેનસરે અધ્યાપન સુત્રોની સૌપ્રથમ વાત તેમના કયા પુસ્તકમાં કરી? ‘ Education’ નામના પુસ્તકમાં.

33)અધ્યાપન સુત્રોની વ્યાખ્યા કોણે આપી?- ડ્રો.જે.વેલ્ટન

34)મૂર્ત એટલે શું.- પ્રત્યક્ષ

35)અમૂર્ત એટલે શું? પરોક્ષ

36) પાઠનો આરંભ મૂર્તથી કરવો જોઈએ અને સમાપ્તિ અમૂર્તમાંથવી જોઈએ આવું કોણે કયું?- હર્બટ સ્પેન્સર

37) અધ્યાપન સુત્રો કેટલા છે.-સાત

38) અધ્યાપન સુત્રો કયા-કયા છે.

            1.સરળ પરથી કઠિન તરફ        2.સાદા પરથી સંકૂલ (જટિલ) તરફ        3.જ્ઞાત પરથી અજ્ઞાત તરફ

            4.મૂર્ત પરથી અમૂર્ત તરફ         5.પુથ્થકરણ પરથી સયોજીકરન તરફ   6.પૂર્ણપરથી ખંડ તરફ

39) અધ્યાપન પધ્ધતિ એટલે શું.- વિષયવસ્તુને વિદ્યાર્થી સમક્ષ મૂકવાની સગ્રર્થિત, વ્યવસ્થિતરીત.

40)અધ્યાપન પધ્ધતિઓ કઈ-કઈ છે.-પ્રવચન પધ્ધતિ, જુંથ ચર્ચા, નિદર્શન, નિરીક્ષિત અભ્યાસ પ્રોજેકટ, સમસ્યા ઉકેલ વગેરે    તેના ઉદા. છે.

 41)અધ્યાપન પ્રવિધિ એટલે શું.-અધ્યાપન પ્રવિધિ એટલે કલાત્મક રીતે કરવામાં આવતું શિક્ષણ કાર્ય ખાસ કરીને કલા અને     વિજ્ઞાનમાં પ્રયોજાય છે.

42) પ્રવિધિ માટે કયો અંગ્રેજી શબ્દ પ્રયોજાય?- Technique

43)શિક્ષણની તમામ તાંત્રિક બાબતોનો સમાવેશ શેમાં થાય છે.? - અધ્યાપન પ્રવિધિમાં

44) અધ્યાપન પ્રયુક્તિ માટે કયો અંગ્રેજી શબ્દ પ્રયોજાય છે.- Device જેનો અર્થ Scheme, Trick ,shillful યુકિત,             હિકમત,કળા,વ્યુહ,દાવપેચ વગેરે.

45) અધ્યાપન પ્રવિધિઓ કઈ-કઈ છે.- કથન,વર્ણન, પ્રદર્શન, મુલાકાત,શૈ.સાધનોનો ઉપયોગ.

46) વિષયભિમુખ કરવા માટે કે સંકલ્પના સ્પસ્ટ કરવા માટે કઈ રીત પ્રયોજાય છે.- અધ્યાપન પ્રયુકિત.

શૈક્ષણિક મનોવિજ્ઞાન - Pedagogy - Educational Psychology


શૈક્ષણિક મનોવિજ્ઞાન - Pedagogy - Educational Psychology



o    “ કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું મુલ્ય નક્કી કરવું એટલે મૂલ્યાંકન. “ આ વ્યાખ્યા કોની છે?

-     એડમ્સ

o    ગ્રાઉન્ડ લેન્ડે મુલ્ય ની કઈ વ્યાખ્યા આપી?

-     “ શૈક્ષણિક ધ્યેયો વિદ્યાર્થી પક્ષે કેટલે અંશે સિદ્ધ થયા તે જાણવાની પધ્ધતિસરની પ્રક્રિયાને મૂલ્યાંકન તરીકે ઓળખાવી શકાય. “

o    મુલ્ય માટે હિન્દીમાં કયો શબ્દ પ્રયોજાય છે?

-     દક્ષતા

o    મુલ્ય માટે અંગ્રેજીમાં કયો શબ્દ પ્રયોજાય છે?

-     Competency

o   બેન્જામીન એસ. બ્લુંમે મૂલ્યાંકન ત્રિકોણમાં કઈ બાબતોનો સમાવેશ કર્યો છે?

-     ૧. શિક્ષણના હેતુઓ     ૨. અધ્યયન અનુભવો   ૩. મૂલ્યાંકન

o    મુલ્યાન્કાનના લક્ષણો કેટલા છે?

-     પાંચ

o    મૂલ્યાંકનનના પાંચ લક્ષણોમાં કોનો સમાવેશ થાય છે?

-     ૧. મૂલ્યાંકન પ્રક્રિયા પરોક્ષ અને સાપેક્ષ છે.

      ૨. મૂલ્યાંકન સતત ચાલતી પ્રક્રિયા છે.

      ૩. મૂલ્યાંકન હેતુ કેન્દ્રી પ્રક્રિયા છે.

      ૪. મૂલ્યાંકન વ્યાપક પ્રક્રિયા છે.

      ૫. મૂલ્યાંકન માપન પ્રક્રિયાની પુરક છે.

o    બેન્જામીન એસ. બ્લુંમ કઈ યુનિ. માં પ્રાધ્યાપક હતા?

-     શિકાગો

    

શૈક્ષણિક મનોવિજ્ઞાન - Pedagogy - Educational Psychology


સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પર સવિશેષ ભાર કોને મુક્યો?

-     રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૧૯૮૬

o    મૂલ્યાંકન એટલે શું?

-     વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને બિનશૈક્ષણિક બાબતોનું મૂલ્યાંકન.

o    સંગૃહિત માહિતી પત્રક, ક્રમમાપદંડ, પ્રશ્નાવલી જેવી પ્રયુક્તિઓનો ઉપયોગ  કઈ કસોટીમાં કરવામાં આવે છે?

-     અનોપચારિક કસોટીમાં

o    બ્લુ પ્રિન્ટ એટલે શું?

-     સારા પ્રશ્નપત્રની રચના માટે તૈયાર કરવામાં આવતું દ્વિપરિમાણ દર્શક કોષ્ટક એટલે બ્લુ પ્રિન્ટ.

o    દ્વિપરિમાણ દર્શક કોષ્ટકમાં ક્યાં બે પરિમાણોનો સમાવેશ થાય છે?

-     ૧. પ્રશ્નનો પ્રકાર  ૨. ક્ષમતા ક્રમાંક