નમસ્તે મિત્રો,
આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે અંગ્રેજી ગ્રમરનો સૌથી અઘરો ટોપિક છે તેવું બધા પાસેથી સંભાળવા મળે છે પણ હું બાહેંધરી આપું છું કે આ પોસ્ટ શરૂઆતથી અંત સુધી ધ્યાન પૂર્વક વાંચશો તો નિ:શંક પણે તમને Indirect Speechમાં કોઈ પ્રશ્ન નહિ રહે. તો ચાલો થઈ જાવ તૈયાર કેમકે આજે તમારી બધી જ ભ્રમણાઓ દુર થવાની છે.
Indirect Speech - Narration - Narrative Speech
અર્થ
Direct Speech - પ્રત્યક્ષ કથન , સામસામેની વાત-ચીત
Indirect Speech - પરોક્ષ કથન-આડકતરી રીતે કરેલ વાત
કથન- એટલે વાતચીત કે સંવાદ
સમજુતી
એટલે કે જ્યારે બે વ્યક્તિ સામસામે વાતચીત કરે છે ત્યારે તે Direct Speech-પ્રત્યક્ષ કથન કહેવાય છે, પણ એ બે વ્યક્તિએ કરેલ એ જ વાત ત્રીજો વ્યક્તિ અન્ય કોઈને કહે ત્યારે તે Indirect Speech-પરોક્ષ કથન થયું કહેવાય. ચાલો ઉદાહરણ દ્વારા સમજીયે...
શિક્ષક : હું આજે તમને કાવ્ય સમજાવીશ.
વિદ્યાર્થીઓ : અમને ખુબ જ મજા પડશે.
આને આપણે Direct Speech કહીશું કારણકે શિક્ષક અને વિદ્યાર્થીઓ સામસામે વાત કરી રહ્યા છે. હવે આ વાતચીત આચાર્ય સાંભળી ગયા અને તે પોતાની ઓફિસમાં જઈને ક્લાર્કને શિક્ષક અને વિદ્યાર્થીઓની આ વાત કંઈક આ રીતે કહેશે કે.....
શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યુકે તે(શિક્ષક) આજે તેઓને (એટલેકે વિદ્યાર્થીઓને) કાવ્ય સમજાવશે. તો વિદ્યાર્થીઓએ શિક્ષકને કહ્યુકે તેઓને ખૂજબ મજા પડશે.
આ થયું Indirect Speech જે આપણે રોજબરોજ ના જીવનમાં કોઈપણ ટ્યુશન કે ક્લાસ વગર ખુબ સારી રીતે બોલીએ છીએ.
Indirect Speech શરુ કરતા પહેલા તેના વાક્યના વિવિધ ભાગોને ઓળખવા ખુબ જ જરૂરી છે. તો ચાલો એ પણ જોઈએ..
Teacher says to students, " Today I will explain you a poem."
ઉપરના વાક્યમાં Teacher બોલનાર, said to રજૂઆત કરતુ ક્રિયાપદ ( RV ), students સંભાળનાર અને " ઈનવર્ટડ " માં આપેલ વાક્ય પ્રત્યક્ષ કથન ( DS ) છે.
DS - DIRECT SPEECH (પ્રત્યક્ષ કથન)
RV - REPORTING VERB ( રજૂઆત કરતુ ક્રિયાપદ)
- ત્યાર બાદ સંપૂર્ણ INDIRECT SPEECH માં લાગુ પડતા બે નિયમો સમજી લઈએ.
1.
જો RV મૂળરૂપ (BASIC FORM) માં હોય
તો DS માં માત્ર સર્વનામ બદલવા.
2.
જો RV ભૂતકાળનું રૂપ (PAST FORM) માં
હોય તો DS માં સર્વનામ અને કાળ બંને બદલવા.
હવે પ્રશ્ન એ થશે કે જો RV ભૂતકાળમાં હોય તો કાળ અને સર્વનામ બદલવા પણ બદલવા કેમ?
તો ચાલો જોઈએ......
સર્વનામ બદલવા ની રીત
1. જો I હોય તો બોલનારનું સર્વનામ તેની (I ની જગ્યાએ) લખો.
2. જો you હોય તો સાંભળનારનું સર્વનામ લખો.
3. જો we હોય તો they લખો.
સમજૂતી:
ધારો કે બોલનાર Rahul છે. તો
I ની જગ્યા એ Rahul નું સર્વનામ he લખો.
My ની જગ્યાએ Rahul નું માલિકીદર્શક his લખો.
Me ની જગ્યાએ him લખો.
Myself ની જગ્યાએ himself લખો
Mine ની જગ્યાએ his લખો.
એક અન્ય ઉદાહરણ જોઈએ.
Que.
Doctor says to patient, " I will consult you with my best.
Ans.
Doctor tells patient that he will consult him with his best.
No comments:
Post a Comment